મોરબી : આવતીકાલે તારીખ 19 અપ્રિલ ને રવિવારના રોજ નવા કામની કામગીરી તેમજ ફીડર મેન્ટેનન્સ કરવાની કામગીરી હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પિટલ ફીડર સવારે 7-30 થી બપોરના 2-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજ કાપ રહેશે.જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટના તમામ વિસ્તાર જેવા કે તમામ હોસ્પિટલ, તમામ શોપિંગ સેન્ટર, કેકે સ્ટીલ બાજુનો વિસ્તાર, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, જૈન સમાજ વાડી, લોહાણા મંદિર, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, મોરબી મહાનગરપાલિકા આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.