મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે તા. ૨૯/૦૯/૨૦૨૫, સોમવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ૧૧ કેવી શોભેશ્વર ઇન્ડ. ફીડર અને ૧૧ કેવી સિરામિક ફીડર સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ બંને ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી અને ઔદ્યોગિક (એચ.ટી) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.