મોરબી : આવતીકાલે તારીખ 28 મે ને રવિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પિટલ ફીડર સવારે 7-30 થી બપોરના 12-30 વાગ્યા સુધી બંધ રહેશે જેના કારણે આ ફીડર હેઠળ આવતા વાવડી રોડ, રામ ચોક. સહિતના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. મોરબીના હોસ્પિટલ ફીડર હેઠળના વિસ્તારો વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં સવારે 7-30 થી બપોરના 12-30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.