મોરબી : મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ તારીખ 20 એપ્રિલ ને રવિવારના રોજ સમારકામની કામગીરીના કારણે એમ હોસ્પિટલ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. એમ હોસ્પિટલ ફીડર હેઠળના લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણ સોસાયટીમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.