જિલ્લામાં કોવિડ અને ટ્રાફિકના જાહેરનામાના ભંગ કરતા 55 ઝડપાયા મોરબી : મોરબી જિલ્લામાં કોવિડની ગાઈડલાઈન અને ટ્રાફિકના નિયોમોના સુચારુ અમલ માટે પોલીસ કડક કાર્યવાહી જારી રાખી છે. મોરબી શહેરમાં આશિક લોકડાઉન એટલે કે બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખવાની છૂટ હોવા છતાં ધંધા ચાલુ રાખતા વાસણની દુકાન, ચા-પાન, કપડાંના ધંધાર્થીઓ પોલીસની ઝપટે ચઢી ગયા હતા. આમ, મોરબી જિલ્લામાં પોલીસે શનિવારે કોવિડ અને ટ્રાફિકના જાહેરનામાના ભંગ કરતા 55 કાર્યવાહી કરી હતી. મોરબીમાં આંશિક લોકડાઉનનો ભંગ કરતા વાસણની દુકાન, જુના કપડાંની લારી, ચાની લારી, પાનની કેબિનના ધંધાર્થીઓ, માસ્ક વિના નીકળેલા 6, કરફ્યૂમાં આંટાફેરા કરતા રીક્ષા તેમજ બાઈકચાલકો સહિત 7, માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ અને ટ્રાફિકના નિયમોના ભંગ કરતા 14 રીક્ષાચાલકો તેમજ ટંકારામાં સોશ્યલ ડિસ્ટન્સ અને ટ્રાફિકના નિયમોના ભંગ કરતા રીક્ષા, ઇકો કાર સહિત 6 વાહનચાલકો, વાંકાનેરમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા સાડીની દુકાન, રેડીમેન્ટ દુકાનના માલિક, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા રીક્ષા ઇકો કાર સહિત 9 વાહનચાલકો, માસ્ક વિના નીકળેલા 1, હળવદ તેમજ માળીયામાં આરટીપીસીઆરનો રિપોર્ટ નહિ રાખનાર ત્રણ ધંધાર્થીઓ અને ટ્રાફિકના નિયમોના ભંગ કરતા ત્રણ વાહનચાલકો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.