મોરબી: મોરબી, ટંકારા અને રાજકોટને જોડતા વ્યસ્ત હાઇવેની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. જેને લઈને સ્થાનિક જનતા અને વાહનચાલકોમાં હાઇવે ઓથોરિટી અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.એક જાગૃત નાગરિકે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્રને ખાડા દેખાતા નથી ? સામાન્ય જનતાને આટલા મોટા ખાડાઓ દેખાય છે, તો હાઇવે ઓથોરિટીના અધિકારીઓને કેમ દેખાતા નથી? તંત્ર કોઈક બાઈક સવાર ખાડામાં પડીને ગંભીર દુર્ઘટનાનો ભોગ બને, ત્યારબાદ જ જાગશે? તેમજ સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં તંત્ર સહેજ પણ વિલંબ કરતું નથી, તો પછી રોડનું કામ ન કરનારા 'નકારા કર્મચારીઓ' અને અધિકારીઓ પાસેથી કામ દંડ કેમ નથી વસૂલાતો તેવા સવાલો ઉઠ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ હાઇવેનું સમારકામ હાથ ધરવાની માગણી કરી છે.