મોરબી : મોરબી શહેરમાં વરસાદની પરિસ્થિતિના કારણે મુખ્ય માર્ગ પર જે ખાડા પડ્યા હતા. તે મોરબી- માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચનાથી મોરબી મહાનગરપાલિકા દ્વારા બુરવાની કામગીરી ચાલી રહી છે. મોરબીના મેઈન રોડ જેવા કે અયોધ્યા પુરી રોડ, શનાળા રોડથી રવાપર રોડ ક્રોસ રોડ ઉપર કોક્રીટથી રોડના ખાડા બુરવામાં આવ્યા હતા. તેમાં પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરા, જયદીપ દેત્રોજા સહિતની મોરબી શહેર ભાજપની ટિમ હાજર રહી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.