મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખની સફળ રજુઆતમોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર નવા રોડનું કામ શરૂ થતાં હજુ થોડો સમય લાગે એમ હોય, પણ અહીં ખાડાઓને કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી હતી. આ દરમિયાન રજૂઆતને ધ્યાને લઇ તંત્ર દ્વારા ખાડાઓ બુરવામાં આવ્યા છે.આ અંગે મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે તેઓએ મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં લીલાપર રોડ ઉપર લોકોને પડતી તકલીફોને કારણે રોડ નવો બનાવવા માટે રજૂઆત કરી હતી. અને જો તેમાં વિલંબ થાય એમ હોઈ તો તાત્કાલિક અસરથી તેને રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે મહાનગરપાલિકાના ડે.કમિશનર સંજય સોનીને રૂબરૂ મળતા ટેન્ડર પ્રક્રિયાને લઈ થોડો સમય લાગે એમ હોવાથી તેમાં પેચ વર્ક અને રિપેરિંગ કામ કરી આપવા અને ટૂંક સમયમાં નવા રોડનું કામ ચાલુ કરવાની ખાતરી આપી હતી. જિલ્લા પંચાયતના R& B વિભાગના ડે.એન્જિનિયર બાવરવાએ આ પ્રશ્નને ગંભીરતાથી લઈ રાહદારીને મુશ્કેલી ન પડે તે માટે હાલ લીલાપર રોડનું સમારકામ કર્યું છે.