મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લિવ રિઝર્વમાં રહેલા ત્રણ પીએસઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ઉપરાંત એક પીએસઆઈની બદલી કરવામા આવી છે. મોરબી જિલ્લા પોલીસ વડાએ 4 પીએસઆઈની બદલીના હુકમ કર્યા છે. જેમાં લિવ રિઝર્વમાં રહેલા એલ.એ.ભરગાને આઇયુંસીએડબ્લ્યુ, સી.એસ. સોંદરવાને સિટી એ ડિવિઝન, વી.એલ. વાઘેલાને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એ ડિવિઝનમાં ફરજ બજાવતા કે.એચ. ભોચિયાને એલસીબીમાં મુકવામાં આવ્યા છે.