આજથી કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરશે ; ટાર્ગેટના નામે થતું શોષણ અને ખાનગીકરણની નીતિ સામે આક્રોશમોરબી: મોરબી જિલ્લાના પોસ્ટલ કર્મચારીઓએ ભારતીય ફેડરેશન યુનિયનના આદેશ મુજબ પોતાની 9 પડતર માંગણીઓને લઈને આજથી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી છે. નાના કર્મચારીઓ પર ટાર્ગેટ પૂરા કરવા માટે થતા દબાણ અને વિભાગની ખાનગીકરણની નીતિનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.મુખ્ય માંગણીઓ અને વિરોધના કારણોટાર્ગેટનું દબાણ: નાના કર્મચારીઓ પર ટાર્ગેટના નામે પ્રેશર અને શોષણ કરવામાં આવે છે. કર્મચારીઓને પોતાના ઘરના પૈસાથી ખાતા ખોલીને ટાર્ગેટ પૂરો કરવા મજબૂર કરવામાં આવે છે, જે તાત્કાલિક બંધ થવું જોઈએ.ખાનગીકરણનો વિરોધ: પોસ્ટલ વિભાગને ખાનગીકરણ તરફ લઈ જવાની નીતિ અને રીતિઓ સત્વરે બંધ કરવામાં આવે.ડિલિવરીના નિયમો: પોસ્ટ ઓફિસથી 20 કિમીના દાયરામાં એક જ આઇડીસી (IDC) ઓફિસથી ડિલિવરી કરવાના નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.આગામી આંદોલનની રણનીતિપોસ્ટલ કર્મચારીઓએ પોતાની 9 માંગણીઓને લઈને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે:આજથી 27 જુલાઈ સુધી તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને જ પોતાની ફરજ બજાવશે.આગામી 5 ઓગસ્ટના રોજ કર્મચારીઓ એક દિવસની હડતાળ પાડશે.જો માંગણીઓ નહીં સંતોષાય તો 18 ઓગસ્ટથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.આ અંગેની વિસ્તૃત માહિતી ભારતીય યુનિયન (પી-4)ના ગુજરાત સર્કલ સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગર દ્વારા આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PostalStrike #PostalEmployees #GujaratNews #Protest #IndiaPost