હિન્દૂ દેવી દેવતાઓ વિશે ઘસાતું લખી જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી : મોરબીમાં કોરોના બાબતે હિન્દૂ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ ફેસબુકમાં વાયરલ કરનાર શખ્સ સામે બી ડિવિઝન પોલીસે કાયદેસર કાર્યવાહી કરી આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જિલ્લામાં પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના આદેશથી પોલીસની ખાસ ટેકનીકલ ટિમ સતત સોશિયલ મીડિયામાં વોચ રાખી રહી છે. આ દરમિયાન મોરબીના સમાકાંઠે રહેતા વિજય સોલંકી નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુકમાં કોરોના સંદર્ભે હિન્દૂ દેવી દેવતા વિશે ઘસાતું લખેલી કરેલી પોસ્ટ ધ્યાને આવતા બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બી ડિવિઝન પોલીસે વિજય સોલંકી નામના શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.