મોરબી: સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) નું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. પોતાનું પાકું નવું મકાન બનાવવા માંગતા અને પાત્રતા ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ કુલ 4,00,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.આવાસ યોજનાની મુખ્ય વિગતો:• મકાનનું ક્ષેત્રફળ અને સુવિધા: BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ 30 ચોરસ મીટરથી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા 2 રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમ બનિવી શકાશે• મળવાપાત્ર આર્થિક સહાય: પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા 1,50,000 રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા 2,50,000 રૂપિયા એમ કુલ મળીને 4,00,000 રૂપિયાની સહાય 4 હપ્તામાં ચૂકવવામાં આવશે.લાભ મેળવવા માટેની પાત્રતા અને નિયમો:• અરજદાર મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારના નાગરિક હોવા જોઈએ.• અરજદાર પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત મકાન કે ખુલ્લો પ્લોટ ધરાવતા હોવા જોઈએ.• લાભાર્થી પરિવારની કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોવી જરૂરી છે.• ભારતભરમાં અગાઉ સરકારી આવાસ યોજનાના કોઈપણ ઘટક હેઠળ લાભ લીધેલો ન હોવો જોઈએ.કેવી રીતે કરવી અરજી?પાત્રતા ધરાવતા રસ ધરાવતા લાભાર્થીઓએ મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી ઓફિશિયલ લીંક pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx પર જઈને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવાની રહેશે. આ યોજના અંગેની વધુ માહિતી મેળવવા માટે લાભાર્થીઓએ મોરબી મહાનગરપાલિકા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.#MorbiUpdate #MorbiNagarpalika #PMAY2 #AwasYojana #PradhanMantriAwasYojana #MorbiNews #OnlineSurvey