રાજકોટ : દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પ્રદાન કરવા સંબંધિત કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ તા. 27-8-2025ના રોજ રદ્દ રહેશે. તેમજ ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ તા. 29-8-2025ના રોજ રદ્દ રહેશે.