મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર એક્સપ્રેસમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં કુલ 4 વધારાના કોચ લગાવવામાં આવશે, જેમાં એક સેકન્ડ કમ થર્ડ એસી નું કમ્બાઈન્ડ કોચ અને ત્રણ સેકન્ડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. આ ચારે કોચ પોરબંદરથી 03.04.2023 થી 30.06.2023 સુધી અને દાદરથી 05.04.2023 થી 02.07.2023 સુધી લગાવવામાં આવશે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]