મોરબી : રાજકોટ ડિવિઝનના લાખાબાવળ–પીપળી–કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે 16 ઓક્ટોબરથી લઈને 30 નવેમ્બર, 2025 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. જેમાં ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેન પોરબંદરથી ઉપડીને ગોપજામ સુધી જ ચાલશે તથા ગોપજામ–કાનાલુસ ખંડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ ટ્રેન કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ-ગોપજામ ખંડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરાઈ છે કે તેઓ ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. તેમજ ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.