મોરબી : મોરબી શહેરમાં નજરબાગ રેલવે સ્ટેશનને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ રોડ શહેરના મુખ્ય માર્ગો પૈકી એક હોવાથી અહીંથી સતત વાહનોની અવરજવર રહે છે. ત્યારે રોડની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો માટે તો આ રોડ વધુ ખતરનાક બન્યો છે કારણ કે ખાડાઓને કારણે અકસ્માતની ભીતિ સર્જાઈ છે. ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા આ રોડના સમારકામની લોકમાંગ ઉઠી છે.