જાગૃત નાગરિકે ઓવરલોડ વાહનોમાંથી સતત ઊડતી રજકણનો વીડિયો બનાવી પોલ ખોલી મોરબી : મોરબીના હાઇવે સહિતના રસ્તે નીકળતા ઓવરલોડ વાહનોમાંથી સતત ધૂળ કે માટી અને કપચીની રજકણ ઊડતી હોય પાછળ આવતા અન્ય વાહન ચાલકોને આંખમાં ઘુસી જવાથી અકસ્માતનો ભય રહે છે આથી જાગૃત નાગરિકે ઓવરલોડ વાહનોમાંથી સતત ઊડતી રજકણનો વીડિયો બનાવી પોલ ખોલી છે. સીરામિક નગરી મોરબીમા હાઇવે સહિતના રસ્તે નીકળતા ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનોમાં માટી, રેતી અને કપચી સહિતનો ઓવરલોડ માલ હોય અને એ માલ ખુલ્લો હોવાથી પ્રદુષણનો મોટો ગંભીર પ્રશ્ન છે. આ ઓવરલોડ વાહનો પુરપાટ દોડતા હોય છે.જેમાં રેતી, કપચી કે, ઝીણી પાવડરની ડસ્ટ તેમજ માટી ઓવરલોડ ભરેલી હોય સતત પુરપાટ ગતિએ દોડતા આ વાહનોમાં માલ ઉપર તાલપત્રી કે કાઈ ઢાંકેલું ન હોવાથી સતત રજકણ ઊડતી રહે છે. તેથી પાછળ આવતા અન્ય વાહનોને ભારે તકલીફ રહે છે. આવી ઝીણી રજકણ આંખ કે મોમાં ઘુસી જાય છે અને ચાલુ વાહને રજકણ આંખમાં ઘુસી જાય તો અકસ્માતની ભીતિ સર્જાઈ છે. આ સંજોગોમાં જાગૃત નાગરિકે આ અંગે વીડિયો બનાવીને તંત્રનું પગલાં લેવા માટે ધ્યાન દોર્યું છે. https://youtu.be/VpKShe3qzYU