રોલ્ટાસ અને અંબાણી પેપરમિલમાં જીપીસીબી ત્રાટક્યું ; અંબાણી પેપરમિલમાં પ્લાસ્ટિકનો કચરો ભરેલા બે ટ્રક ઝડપી લીધા રોલ્ટાસ પેપરમિલમાંથી ધુમાડાના પ્રદુષણના નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલા પેપરમિલમાં પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની સ્થાનિક ગ્રામજનો દ્વાર ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને પગલે મોરબી જીપીસીબીના અધિકારી કે.બી.વાઘેલા સહિતની ટીમ ગઈકાલે રાત્રે રોલ્ટાસ પેપરમિલ અને અંબાણી પેપરમિલમાં ત્રાટકી હતી અને સઘન ચેકિંગ હાથ ધરી પ્રદુષિત કચરાના બે ટ્રક કબ્જે કરી પ્રદુષણ અંગે નુમનાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ રોલ્ટાસ અને અંબાણી પેપરમિલમાં ગઈકાલે રાત્રીના સમયે જીપીસીબીની ટિમો ત્રાટકી હતી અને જીપીસીબીની ટીમે અંબાણી પેપરમિલમાં પ્લાસ્ટિકનો કચરો ભરેલા બે ટ્રક ઝડપી લીધા હતા અને રોલ્ટાસ પેપરમિલમાંથી ધુમાડાના પ્રદુષણના નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. વધુમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા રોલ્ટાસ પેપરમિલ ધુમાડાના પ્રદુષણના નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. તેમજ અંબાણી પેપરમિલમાં બે પ્લાસ્ટિકનો કચરો ભરેલા ટ્રક ઝડપી લેવાયા છે અને આ અંગે ગાંધીનગર રિપોર્ટ કરાયો છે. તેમજ પદુષણ ફેલાવનાર સામે જરૂરી પુરાવા મળ્યા બાદ નિયમ મુજબ સખત કાર્યવાહી કરવા અને ત્યાં રાઉન્ડ ઘ કલોક પેટ્રોલીંગ કરવાનું જીપીસીબીના અધિકારી કે.બી.વાઘેલાએ જણાવ્યું હતું.