રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મોહનભાઇ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોતમ સબરીયા તથા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા પાસના કન્વીનર મનોજભાઈ પનારાએ મતદાન કર્યું મોરબી : લોકશાહીના મહાપર્વ સમાન દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.લોકશાહીનું મહાપર્વ ઉજવવમાં માટે મતદારો પણ ભારે ઉત્સાહિત જોવા મળ્યા છે.અને મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગી હતી .જ્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુડારિયા , ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોતમ સબરોયાં અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા પાસના કન્વિનર મનોજભાઈ પનારાએ બુથ નીલકંઠ વિધાલય ખાતે મતદાન કર્યું હતું. કચ્છ, રાજકોટ,સુરેન્દ્રનગર, અને જામનગર એમ મળીને ચાર લોકસભા સીટ સાથે જોડાયેલા મોરબી જિલ્લામાં આજે સવારે 7 વાગ્યે લોકસભાની ચૂંટણી માટે 913 મતદાન બુથો પર મતદાન શરૂ થયું છે.આ લોકસભાની ચૂંટણી માટે કુલ 7.51 લાખ મતદારો નોંધાયા છે.જિલ્લામાં 15 મહિલા મતદાન મથકો અને ત્રણ દિવ્યાંગ મતદાન મથકોની પણ ખાસ વિશિષ્ટ મતદાન મથકો તરીકે વ્યવસ્થા કરવામાં આવી છે.આ રીતે તમામ મતદાન મથકો અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાનની પ્રક્રિયા શરૂ થતાં જ મતદારો મતદાન બુથો પર ઉમટી પડ્યા છે.અને ધીમી ગતિએ મતદાન શરૃ થયું છે.મતદારો પોતાનો મતાઅધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.જ્યારે મતદાન શરૃ થતાની સાથે રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા સમર્થકો સાથે મતદાન કરવા પોતાના બુથ રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિધાલય ખાતે પહોંચ્યા હતા અને મતદાન કરીને જીતનો દાવો કર્યો હતો.જ્યારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તેમના પત્ની સાથે પોતાના વતન ચકમ્પર ગામે મતદાન કર્યું હતું.તેમને કોંગ્રેસ બહુમતીથી જીતશે એવો દાવો કર્યો હતો.તેમજ હળવદના પૂર્વ ધારાસભ્ય અને હળવદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ સબરીયાએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત નીલકંઠ વિધાલય ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પાસના કન્વીનર મનોજભાઈ પનારાએ મતદાન કર્યું હતું.જોકે મતદાન શરૃ થતાની સાથે લોકશાહીનું મહાપર્વ ઉજવવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને મતદાન બુથ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહયી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news