મોરબી, માળીયા અને વાંકાનેર પાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતની મતદાન પ્રક્રિયા માટે ચાંપતા પોલીસ બંદોબસ્ત મોરબી : મોરબી,માળીયા અને વાંકાનેર નગરપાલિકા તથા જિલ્લા અને પાંચ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં આજે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, પાલિકા તથા પંચાયતની ચૂંટણીમાં વહેલી સવારથી જ લોકો મતદાન માટે મતદાન મથકે પહોંચી ગયા છે. મોરબી જિલ્લા આજે મોરબી, માળીયા અને વાંકાનેર નગર પાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની ચૂંટણી છે. ત્યારે આજે મતદારો આ તમામ ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કેદ કરશે. આજે સવારે 7 વાગ્યાથી મોટાભાગના મતદાન મથકો ઉપર મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને રાજકીય મહાનુભાવો અને જાગૃત મતદારો વહેલી સવારમાં જ મતદાન મથકે મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે.