રાજ્ય સરકારની જાહેરાત : રાષ્ટ્ર ધ્વજ અડધી કાંઠીએ ફરકાવાશેમોરબી : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ જાહેરાત મુજબ, આવતીકાલે, સોમવાર, 16 જૂન 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.