વાંકાનેર : દોશી કોલેજ દ્વારા કોલેજમાં પોલીસ ભરતી માટે જે વિદ્યાર્થીઓએ શારીરિક કસોટી પાસ કરી છે તેમના માટે લેખિત પરીક્ષા માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં શારીરિક કસોટી પાસ કરનાર 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં પોલીસની લેખિત પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સિપાલ ડો. વાય. એમ. ચુડાસમાએ સેમિનારને લગતું માર્ગદર્શન આપ્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન ડો. અર્ચનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.સેમિનારમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ડો. એચ. એમ. ચંદારાણાએ પોલીસ પરીક્ષાના માળખા વિશે તેમજ પરીક્ષાની તૈયારી કરતી વખતે કઈ કઈ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ડો. શૈલેષભાઈ લાવડીયા દ્વારા પરીક્ષામાં મૂંઝવતા નાના નાના પ્રશ્નો અને ઇતિહાસને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડો. યોગેશ ચાવડા દ્વારા ઉઠાવવામાં આવી હતી. તેમજ ડો. યોગેશ ચાવડા દ્વારા પોલીસમાં આવતી શારીરિક કસોટીનું માર્ગદર્શન છેલ્લા પાંચ થી છ મહિનાથી આપવામાં આવતું હતું. જેના કારણે વાંકાનેરની ઘણી બહેનો શારીરિક કસોટી પૂર્ણ કરીને હવે લેખિતની તૈયારી સારી રીતે કરી શકે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારને સફળ બનાવવા દોશી કોલેજના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.