ખેડૂતો જેતપર પરત ફર્યા, ડિટેઇન કરાયેલા ખેડૂતોને મુક્ત કરાતા ગ્રામજનોએ હારતોરા કરીને સન્માન કર્યુંમોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઇનના કામનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ વિરોધનો સૂર વધુ તીવ્ર બનાવ્યો છે. વીજલાઇનના કામના વિરોધમાં ખેડૂતોની અટકાયત થતા રોષે ભરાયેલા ખેડૂતોએ અણિયારી ટોલનાકે ચક્કાજામ કરી દીધો હતો. કલાકો બાદ પોલીસે બળપ્રયોગ કરીને અંતે આ ચક્કાજામ હટાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપર ગામે વીજલાઇનના કામ સામે છેલ્લા 4 દિવસથી ખેડૂતો સતત વિરોધ નોંધાવી રહ્યા છે. બીજા દિવસે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે અનેક ખેડૂતોની અટકાયત કરી હતી. ત્યારે અન્ય ખેડૂતોએ જેતપર નજીક ચક્કાજામ કરી ડિટેઇન કરેલા ખેડૂતોને મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ ફરી આજે પણ વીજલાઇનનું કામ શરૂ થતા ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે ફરી પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી.પોલીસની આ કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે અણિયારી ટોલનાકે એકત્ર થઈને ત્યાં ચક્કાજામ શરૂ કરી દીધો હતો. આ ચક્કાજામમાં બીજા અનેક ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખેડૂતો ત્યાંથી હટવા માનતા ન હતા. શરૂઆતમાં પોલીસે ખેડૂતોને રોડની એક તરફ ખસેડ્યા હતા, ત્યારબાદ થોડી જ વારમાં ફરી ખેડૂતો રોડ ઉપર ચક્કાજામનો પ્રયાસ કરવા લાગ્યા હતા. અંતે પોલીસે બળપ્રયોગ કરી અને તમામ ખેડૂતોને સાઈડમાં ખસેડ્યા હતા. હાલ આ ચક્કાજામ સમેટાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુમાં ખેડૂતો જેતપર પરત ફર્યા છે. અહીં પોલીસે ડિટેઇન કરાયેલા ખેડૂતોને મુક્ત કરતા તમામ ગ્રામજનોએ તેઓનું હારતોરા કરી સન્માન કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ ગાંધી ચીંધ્યા માર્ગે હજુ આંદોલન ચાલુ જ રાખવાની જાહેરાત પણ કરી છે.#MorbiUpdate #MorbiNews #Jetpar #FarmersProtest #AniyariTollNaka #MorbiPolice #GujaratFarmers