નવરાત્રીના તહેવારને પગલે પોલીસે ફૂટ પેટ્રોલીંગ પણ હાથ ધર્યું : 14 હિસ્ટ્રીસીટરોને ચેક કર્યામોરબી : મોરબીમાં પોલીસ દ્વારા નવરાત્રીના તહેવારને પગલે આજે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિક ડ્રાઇવ પણ યોજી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા 137 જેટલા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબીમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે સાંજે કોમ્બિંગ તથા ફૂટ પેટ્રોલીંગનું અલગ અલગ પોઇન્ટો ઉપર યોજવામાં આવ્યા હતા. જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા પોલીસ તથા ટ્રાફિક પોલીસની ટિમ જોડાઈ હતી. આ દરમિયાન અલગ અલગ જગ્યાએ દારૂ પીને વાહન ચલાવતા શખ્સ, કાળા કાચવાળી ફોરવ્હીલ ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહનો તેમજ શીટ બેલ્ટ વગર વાહનો ચલાવતા વાહન ચાલકોમાં જાગૃતતા લાવવા તેમજ રોંગ સાઇડ તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભક્તિનગર સર્કલ, રાજપર ચોકડી દલવાડી સર્કલ, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, વીસી ફાટક, ગેંડા સર્કલ, મહેન્દ્રનગર ચોકડી, ત્રાજપર ચોકડી જેવી જગ્યાઓએ વાહન ચેકીંગ કરાયું હતું. જેમાં કાળા કાચ વાળી ગાડીઓના 20 કેસો, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોના 50 કેસો, એમ.વી.એક્ટ 207 અંતર્ગત વાહનો ડીટેઇનના 14 કેસો, બી.એન.એસ. 281 મુજબનો 1 કેસ, HSRP/નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટના 50 કેસો, દારૂ પીને વાહન લઈને નિકળેલ ચાલકો સામે 2 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી 63,400નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ડ્રાઇવમાં 14 હિસ્ટ્રીસીટરોને ચેક કરવામાં આવ્યા હતા.