મોરબી : ત્રાજપર ચોકડી પાસે છેલ્લા કેટલાક સમયથી રસ્તા પર મસમોટા ગાબડા પડ્યા હોય જેથી લોકો માટે આ માથાનો દુખાવો સમાન હતા. ત્યારે પોલીસે પોતાની જવાબદારી સમજી લોકોની આ સમસ્યા હલ કરી છે.શહેરના હાર્દસમા ત્રાજપર ચોકડી નજીક છેલ્લા કેટલાક સમયથી લોકો રસ્તા પરના મસમોટા ખાડાઓ પર વાહન ચલાવી મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે સ્થાનિક પોલીસને આ સમસ્યાનો તાત્કાલિક નિવેડો લાવવાનું જરૂરી જણાતાં ટ્રાફિક પીએસઆઇ એચ.વી.સોમૈયા, કોન્સ્ટેબલ કેતનભાઇ મેણીયા, મહેશભાઈ ડાભી તથા ટી.આર.પી.અરવિંદ પરમાર વગેરેએ ખાડા બુરાવવા કામગીરી કરી હતી. જ્યાં મોટા ગાબડાઓ હતા ત્યાં રીપેરીંગ કરી રસ્તા પર સારી રીતે લેવલિંગ કરાવ્યું હતું. પોલીસની આ કામગીરીથી લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.