મેળાની ભીડમાં ગુમ થયેલી બાળકી આરોહીને વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીના સમયમાં શોધી વાલીને સોંપીવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકાના પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 22, 23 અને 24 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલા ત્રિદિવસીય લોકમેળામાં વાંકાનેર તાલુકા પોલીસે 'ઓપરેશન મિલાપ' અંતર્ગત સરાહનીય કામગીરી કરી માતા-પિતાથી વિખૂટી પડેલી 2 વર્ષની બાળકીને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.વાંકાનેર તાલુકા પોલીસ ટીમ જડેશ્વર લોકમેળામાં ચુસ્ત બંદોબસ્તમાં કાર્યરત હતી. આ દરમિયાન મેળાની ભીડમાં જેતપરડા (તા. વાંકાનેર) ના રહેવાસી અજીતભાઈ રણજીતભાઈ સીતાપરાની 2 વર્ષની દીકરી આરોહી પરિવારથી વિખૂટી પડી ગઈ હતી.પોલીસ ટીમને આ બાળકી એકલી મળી આવતા તાત્કાલિક મેળા પરિસરમાં તેના વાલીવારસની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકીના પિતા અજીતભાઈ સીતાપરાનો સંપર્ક થતાં જરૂરી ખરાઈ કરીને બાળકીને હેમખેમ તેમના પિતાને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત મેળા દરમિયાન ભીડમાં સ્વજનોથી વિખૂટા પડેલા અન્ય બાળકો તેમજ વયોવૃદ્ધ લોકોને પણ શોધીને તેમના પરિવારજનો સાથે પુનઃ મિલન કરાવવામાં વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળી છે.#Wankaner #MorbiUpdate #JadeshwarLokmelo #OperationMilap #WankanerTalukaPolice #MorbiPolice #HumanityInKhaki #MorbiNews