ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી મોરબી : ગૃહ મંત્રીના આદેશ અન્વયે મોરબી પોલીસે વ્યાજખોરો સામે ધોસ બોલાવવાનું શરૂ કર્યું છે. જેમાં એ ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદના આધારે 8 શખ્સોની ધરપકડ કરી છે. મોરબી શહેર વિસ્તારમા વગર લાયસન્સે ઉચ્ચા વ્યાજે નાણાધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતો ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના હોય જેથી ના રોજ અલગ અલગ ત્રણ ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે. જેમાં ફરીયાદી પ્રદીપભાઇ કેશવજીભાઇ પરમાર ઉ.વ.૨૭ ધંધો.લેથકામ રહે.મોરબી પંચાસર રોડ ધર્મસીધ્ધીસોસાયટી વાળા ને ઉંચા વ્યાજે રૂપીયા આપી ચેકો પડાવી લેનાર શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા રહે.પંચાસર, ભાવેશભાઇ હરેશભાઇ ચાવડા રહે.શકત શનાળા તાતની વાડી, દર્શનભાઇ જેઠાભાઇ પરમાર રહે.ગોકુલનગર શેરી નં.૪ શનાળા અને મયુરભાઈ નરસંગભાઈ વીરડા રહે. સોનગઢ તા.માળીયાની પોલીસે અટકાયત કરી છે. ફરીયાદી મણીબેન ચંદુભાઇ લધારામભાઇ લાલવાણી ઉ.વ.૭૨ રહે.મોરબી કામધુનપાર્ટી પ્લોટ પાસે કંડલા બાયપાસ અંજલી એપાર્ટમેન્ટ ફલેટનં.૪૦૪ વાળાને તથા તેમના દિકરા ભાવેશભાઇ ચંદુભાઇ લાલવાણીને ઉચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘારાણી કરતા મહેશભાઇ ચેતનદાસ અમલાણી રહે.મોરબી શકિતપ્લોટ શેરીનં શ્રધ્ધા એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૨, સલીમભાઇ દિનમહંમદભાઇ બગથરીયા રહે.મોરબી કાયાજીપ્લોટ આયુશ ૨/૬ અને કમલેશભાઇ વસંતભાઇ પોપટ રહે.મોરબી કંડલા બાયપાસ અંજલી એપાર્ટમેન્ટને પોલીસે પકડી પાડ્યા છે. આ સાથે ત્રીજા ફરીયાદી મહાવીરભાઇ નરેન્દ્રકુમાર વૈષ્ણવ રહે.મોરબી પંચાસરરોડ રાજનગર સોસાયટી વાળાને ઉંચા વ્યાજે રૂપીયા આપી ચેકો તેમજ નોટરી લખાણ કરાવી વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘારાણી કરતા જયરાજભાઇ જીવણભાઇ સવસેટા રહે.દેવગઢ તા.માળીયાને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે. વધુમાં મોરબી વાસીઓને કોઇપણ વ્યાજખોરનો ત્રાસ હોય હેરાનગતી કરતા હોય તો તેઓ કોઇપણ સમયે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે નો સંપર્ક કરી રજુઆત કરવા યાદીમાં જણાવાયું છે.