અગાઉ વ્યાજ-દારૂ સહિતના 7 ગુનાઓ નોંધાયા હતા, ઘરની ઝડતી વખતે બિયરનો જથ્થો મળી આવતા કાર્યવાહી મોરબી : મોરબીમાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા હિસ્ટ્રીશીટર ભરત કાળું ગોગરાનું પોલીસે આજે ગ્રીન ચોકથી બજાર સુધી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આરોપી ભરત ઉર્ફે બી.કે.કાળુભાઈ ગોગરા રહે.યદુનંદન ગૌશાળા પાછળના ઘરે તપાસ કરતા બિયરના 22 ટીન કિંમત રૂપિયા 3960 મળી આવતા પોલીસે, એક મોબાઈલ કિંમત રૂપિયા 15 હજાર તેમજ રૂ. 1.50 લાખના બુલેટ સહિત 1,18,960નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં બિયરનો જથ્થો રમઝાન ઉર્ફે બાદશાહ ઓસમાણભાઈ મોવર રહે.વીસીપરા પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. બી.કે.ગોગરા તરીકે ઓળખાતા આ હિસ્ટ્રીશીટર સામે અગાઉ પણ 7 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.