હળવદ : હળવદ પોલીસ મથકમાં એક વર્ષ પૂર્વે નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અમદાવાદના સાણંદ પોલીસ મથકના ગુન્હાના ઝડપાઇ ગયા બાદ હાલમાં સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હોય હળવદ પોલીસે આ આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ મથકમાં એક વર્ષ પૂર્વે નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં આરોપી ઈમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક રહે.પીપળી ગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલ્યા બાદ આરોપી હાથ આવ્યો ન હતો.બીજીતરફ અમદાવાદ સાણંદ પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં આરોપીને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હોવાની માહિતી મળતા હળવદ પોલીસે આરોપી ઇમરાનખાન ઉર્ફે ઓબામાનો સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી પૂછતાછ શરૂ કરી હતી.