મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હળવદ : હળવદમાં તસ્કરો હાહાકાર મચાવી રહ્યા છે. તેની સામે પોલીસ હજુ પણ હાથ ઉપર હાથ ધરીને બેઠી છે. આથી ચોરીના વધતા બનાવોથી વેપારીઓ સહિતના લોકોની માલમતા લૂંટાઈ રહી છે. તેથી પોલીસ હવે એક્શનમાં આવી તસ્કરોને ઝેર કરે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પેટલ સહિતના હોદેદારોએ આજે હળવદ પથકની ચોરીના બનાવો સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, હળવદ પંથકમાં હમણાંથી તસ્કરોએ માજા મૂકી છે. અવારનવાર ચોરીના બનાવો સામે આવે છે. વેપારીઓ અને લોકોની માલમતાની બિનસલામત બની ગઈ છે. તસ્કરોનો ખોફ એટલો બધો છે કે, ક્યારે ચોરી થાય એ નક્કી જ નથી. આવી સ્થિતિમાં પોલીસ હવે એક્શનમાં આવી સીસીટીવી કેમેરા અને નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ કરી છે.