આલાપના નાલા પાસે ચાર બોટલ દારૂ સાથે બે ઝડપાયા મોરબી : મોરબી શહેરના આલાપ સોસાયટીના નાલા પાસે શરાબ શોખીને મંગાવેલ દારૂની રોયલ ચેલેન્જ અને બ્લેન્ડર્સ પ્રાઇડની બોટલની ડિલિવરી સમયે જ પોલીસ ત્રાટકતા બુટલેગર અને પ્યાસી રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આલાપ સોસાયટીના નાલા પાસેથી રોયલ ચેલેન્જ અને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની બોટલ ડિલિવરી સમયે જ ત્રાટકતા કાલીકા પ્લોટમાં મોમાઇડેરી વાળીશેરીમાં રહેતા રઘુવિરસિંહ મહીપતસિંહ જાડેજા અને આલાપરોડ, નવજીવન સોસાયટીમાં પ્રાણજીવનભાઇ પટેલના ફલેટમાં ભાડે રહેતા મુળ વાછકપર બેડીના કેશવભાઇ કરમશીભાઇ ચંદ્રાલા શરાબની બોટલ સાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે રોયલ ચેલેન્જની ત્રણ બોટલ અને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની એક મળી કુલ રૂપિયા 1200ની કિંમતની ચાર બોટલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ આર.એન.મંઢ પો.હેડ કોન્સટેબલ મોરબી સીટી એ ડીવીઝન ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..