મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આવેલા ઇલેક્ટ્રિક રૂમમાં આજે બપોરે અચાનક જ આગ લગતા થોડીવાર અફડાતફડી મચી ગઈ હતી. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પેહલા ફાયર બ્રિગેડ વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસ સ્ટેશન ઑફિસરના જણાવ્યા મુજબ બપોરના સમયે ઇલેક્ટ્રિકલ રૂમમાં ધુંવાડા નીકળતા આગની જાણ થતા ફાયરને જાણ કરાઈ હતી. આ આગની ઘટનામાં ઇલેક્ટ્રિક રૂમમાં વાયરિંગ બળી ગયું છે. સદનસીબે આગ પર સમયસર કાબુ મેળવી લેતા મોટી નુકસાની પોહચી નોહતી. અને આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9428,9429,9430,9431,9432']