પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક દારૂ ભરેલી કાર મૂકીને ફરાર મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે મોરબી-હળવદ રોડ ઉપર તાલુકા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ કારનો પીછો કરતા કાર ચાલક નીચી માંડલથી રાતાભેર જવાના રસ્તે કાર મુકી નાસી છૂટ્યા બાદ ઇગ્લીશ દારૂના જથ્થા સાથેની કારને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલ સહિતનો સ્ટાફ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન ઉંચી માંડલ ગામ પાસે વાહન ચેકીંગ કરતા દરમ્યાન એક સફેદ કલરની હ્યુન્ડાઇ ગેટસ કાર હળવદ તરફથી આવતા તેને રોકવા જતા કાર ચાલક પોતાની કાર લઇ નાસવા લાગતા તુરત જ તેનો પીછો કરતા આરોપી કાર ચાલક નીંચી માંડલથી રાતાભેર જવાના રસ્તે અંધારાનો લાભ લઇ પોતાની હ્યુન્ડાઇ કંપનીની ગેટસ કાર રજી.નં. GJ-01-HG-9320 વાળી મુકી નાસી ગયો હતો. આથી પોલીસે કાર તેમજ ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૦ કિં.રૂ.૨૬,૨૫૦ મળીકુલ રૂ.૧,૨૬,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.