ન્યુ પેલેસ વિસ્તારમાં એલસીબી ટીમનો દરોડો : આરસી બ્રાન્ડ દારૂની 13 પેટી કબજે મોરબી : મોરબી શહેર જિલ્લામાં હોળી ધુળેટી પર્વ દરમિયાન દારૂની છોળો ઉડાવવાનું સ્વપ્ન જોનારા બુટલેગરો ઉપર પોલીસે તવાઈ ઉતારી છે, જિલ્લા પોલીસવડા ઓડેદરાની સૂચનાથી છેલ્લા બે દિવસમાં જ લાખોનો દારૂ ઝડપાયો છે ત્યારે એલસીબી ટીમે ન્યુ પેલેસ વિસ્તારમાં દરોડો પાડી આરસી બ્રાન્ડ દારૂની 13 પેટી કબજે કરતા બુટલેગર આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જિલ્લામાં હોળી ધુળેટી પર્વને અનુલક્ષની દારૂની બદી નાબૂદ કરવા જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ આપેલી સુચનાને પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાકાંઠે ન્યુ પેલેસના ક્વાટર્સના રહેણાંક મકાનની સામે આવેલા ફળિયામાં અંગ્રેજી દારૂનો જથ્થો વેંચાણ માટે સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનની સામે આવેલા ફળિયામાં ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ વ્હિસ્કી પેટી 13 નંગ 156 બોટલ વિદેશી દારૂનો જથ્થો (કિંમત 81,120) ઝડપાયો હતો. જે રહેણાંક મકાનમાંથી આ જથ્થો મળ્યો હતો એ મકાન મયુરસિંહ વિક્રમસિંહ જાડેજાનું હોય અને પોતે સ્થળ ઉપર હાજર ન હોય પોલીસે તેની શોધખોળ આદરી છે. ઉપરોક્ત કામગીરીમાં એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મૈયડ, ચંદુભાઈ કાણોતરા, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ ગોહિલ, ચંદ્રકાંતભાઈ વામજા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા સહિતના જોડાયા હતા.