વાંકાનેર : વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આરોપી ઘનશ્યામભાઇ પ્રેમજીભાઇ રાણેવાડીયાએ વરડુસર ગામ તરફ જવાના કાચા રસ્તે પાણી ભરેલ ખાડામાં વિદેશી દારૂની બોટલો છુપાવી હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 5 બોટલ કિંમત રૂપિયા 1875 કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.