હળવદ પોલીસે ડમ્પર ચાલક ગૌતમ ખોડાભાઈની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાહળવદ : હળવદ તાલુકાના ચરાડવા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ગંભીર બનાવમાં હળવદ પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરીને અકસ્માત સર્જનાર ડમ્પર કબ્જે કર્યું છે. હળવદ પોલીસે GJ 13 AX 5287 નંબરનું ડમ્પર જપ્ત કરી લીધું છે. આ ઉપરાંત અકસ્માત સર્જીને ફરાર થયેલા ડમ્પર ચાલક ગૌતમ ખોડાભાઈની ઓળખ મેળવીને તેની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.રણછોડગઢના 5 લોકોએ જીવ ગુમાવ્યા હતાઅત્રે નોંધનીય છે કે, તારીખ 5-6 ના રોજ ચરાડવા પાસે થયેલા આ ગોઝારા અકસ્માતમાં રણછોડગઢના 5 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓમાં તાલુકા પંચાયત સદસ્ય પ્રેમજી દઢૈયા સહિત સુરેશ સિહોરા, ભરત દઢૈયા, વિરમ દઢૈયા અને પરેશ દઢૈયાનો સમાવેશ થાય છે.ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટઆ ભયાનક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશ દઢૈયાએ હળવદ પોલીસ મથકે ડમ્પર ચાલક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને આરોપીને સત્વરે કાયદાના સકંજામાં લેવા આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.#MorbiUpdate #Morbi #Halvad #Charadva #AccidentNews #GujaratNews #HalvadPolice #MorbiNews