એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ સ્ક્વોડે કબીર ટેકરી વિસ્તારમાંથી ભોગ બનનાર અને અપહરણ કરનારને શોધી કાઢ્યા મોરબી : ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી મોરબી આવી ગયેલા આરોપીને મોરબી પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે કબીર ટેકરી વિસ્તારમાંથી ભોગ બનનાર સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલ આઇ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ-૧૨ મુજબના ગુનાના કામે આરોપી તથા ભોગ બનનાર મોરબી કબીર ટેકરી વિસ્તારમાં હોવાની કપડવંજ પો.સ્ટે. તરફથી જાણ કરવામાં આવતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાનાઓએ આરોપી સાગરભાઇ જયંતણભાઇ ઉર્ફે ભલાભાઇ વાઘેલા (ઉ.વ.૨૦, રહે. તોરણા તરપોજ મહોલ્લા, વણકરવાસ, તા.કપડવંજ, જી.ખેડા)ની તપાસ કરતા મોરબી કબીર ટેકરી શેરી નં-૦૩ ખાતેથી ભોગ બનનાર સાથે મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરેલ છે. આમ, ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાંથી સગીરવયની બાળાના થયેલ અપહરણના ગુનાના આરોપીને પકડી પાડવામાં તેમજ ભોગબનનારને શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી ટીમને સફળતા મળેલ છે. આ કામગીરી એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા, એએસઆઇ હીરાભાઇ ચાવડા, રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ તથા પો.હેડ.કોન્સ. દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..