મોરબી: મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ લાખો રૂપિયાના ખોવાયેલા અને ચોરી થયેલા મુદ્દામાલને શોધી તેના મૂળ માલિકોને પરત આપ્યા છે. પોલીસે CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને સર્વેલન્સ સ્ટાફની જહેમતથી કુલ રૂ.4,54,908 કિંમતના 23 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસે ચીલઝડપમાં ચોરી થયેલો રૂ. 1,05,000 ની કિંમતનો સોનાનો ચેઇન અને એક અરજદારનો ખોવાયેલો રૂ. 1,00,000 કિંમતનો ચેઇન પણ શોધીને પરત કર્યો હતો. વધુમાં, રૂ. 40,000ની કિંમતનું એક સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ શોધીને તેના માલિકને સોંપવામાં આવ્યું હતું. આમ, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે કુલ મળીને રૂ. 6,99,908 કિંમતનો મુદ્દામાલ અરજદારોને પરત અપાવ્યો છે.