પોલીસે તમામ ખેડૂતોને રોડની એક તરફ ખસેડયા : ધક્કામુકીમાં એક મહિલા બેભાનમોરબી : જેતપર ગામે શરૂ થયેલા વીજ લાઇનના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડૂતોએ અણીયારી ટોલનાકે ચક્કાજામ શરૂ કર્યો હતો. કલાકો બાદ વાહનોની લાંબી કતારો જામતા પોલીસે ખેડૂતોને એક તરફ ખસેડી ચક્કાજામ હટાવી દીધો છે. જો કે આ દરમિયાન ખેડૂતો સાથે ભારે ઘર્ષણ સર્જાયું છે.જેતપર ગામે વીજલાઇન વિરોધ મામલે અટકાયત થતાં રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. અણિયારી ટોલનાકે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવી રહ્યો હતો. આ ચક્કાજામ કલાકોથી ચાલુ હોય હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. હાઇવે પર બન્ને તરફ 5-5 કિમીથી લાંબી વાહનોની કતારો જામી ગઈ છે. હાલ પોલીસ દ્વારા ખેડૂતોને એક તરફ ખસેડવામાં આવતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા છે. હાલ પોલીસે ખેડૂતોને એક તરફ ખસેડી રોડ ઉપર વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો છે.#MorbiUpdate #MorbiNews #AniyariTollPlaza #FarmersProtest #Chakkajam #GujaratNews #Jetpar