એલસીબી અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : રૂ. 4 લાખની રોકડ કરી જપ્ત મોરબી : મોરબીમાં એલસીબી અને એ ડિવિઝન પોલીસે અલગ અલગ બે સ્થળોએ જુગારના દરોડા પાડીને 11 શખ્સોને પકડી પાડ્યા છે. સાથે રૂ. 4 લાખની રોકડ કબ્જે કરીને તમામ શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે કન્યા છાત્રાલય રોડ પર ક્રિષ્ના સોસાયટીમાં જુગાર રમતા હિતેશભાઈ રવજીભાઈ પટેલ, કેતનભાઈ સવજીભાઈ પટેલ, વિશાલભાઈ નાથાભાઈ પટેલ અને મંગલભાઈ કાંતિભાઈ પટેલને રૂ. 3,11,500ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. આ સાથે એલસીબી દ્વારા મહેન્દ્રનગરમાં પીપરવાડી તક્ષસિલા સ્કૂલ પાછળના મકાનમાં જુગાર રમતા કિશોરભાઈ ડાયાભાઈ દેસાઈ, રવિભાઈ દિનેશભાઇ ટેટીયા, ઉમંગભાઈ ભીખાભાઇ લોરીયા, હિરલકુમાર તળશીભાઈ કાવર, રાજેશભાઇ મોહનભાઇ પરમાર, હાર્દિકભાઈ દિનેશભાઇ ભાડજા અને જતીનભાઈ મનસુખભાઈ દેસાઈને રૂ. 88,500ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.