માળિયા : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રૂ.૬૭,૭૦૦ સાથે પકડી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામે જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના રહેણાંક મકાને રેડ પાડીને સુરેશભાઈ જગજીવનભાઈ પારેજીયા ઉ.વ.૪૨, રહે. ખાખરેચી, દિનેશભાઇ લખમણભાઇ વરસડા ઉ.વ.૫૫, રહે. અણીયારી, ચેતનભાઇ કાંતિલાલ પારેજીયા ઉ.વ.૩૮, રહે. રવાપર ઘુનડા રોડ, બાલાજી ફલેટ નં.૪, મોરબી, મનસુખભાઇ મુળજીભાઈ હુલાણી ઉ.વ.૫૩, રહે. ખાખરેચી, પ્રવિણભાઇ પ્રભુભાઈ કાલરીયા ઉ.વ.૫૦, રહે. રોહિશાળા, કમલેશભાઇ ભાણજીભાઈ માકાસણા ઉ.વ.૪૦, રહે. ખાખરેચી, જીતુભાઇ ધીરજભાઇ પારેજીયા ઉ.વ.૪૨, રહે. રવાપર રોડ, ગજાનંદ સોસાયટી, ફલેટ નં.૩૦૨, અને જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા ઉ.વ.૪૨, રહે. ખાખરેચીવાળાને પકડી લઈ રોકડ રકમ રૂ.૬૭,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ, પીએસઆઈ ડી.કે.જાડેજા, પોલીસ હેડ કોન્સ. સુરેશભાઈ પરમાર, સમરથસિંહ ઝાલા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રાજેન્દ્રસિંહ સોલંકી, નંદલાલભાઇ મકવાણા, વિપુલભાઇ કણઝરીયા રોકાયેલ હતા.