ટંકારા પોલીસે રૂ. 2.23 લાખની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરીમોરબી અપડેટ : ટંકારા તાલુકાના લજાઇ નજીક સબ સ્ટેશન વાળા રસ્તે પવનસુત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ રાઘવ પોલીમર્સ નામના કારખાનામાં ચાલતા જુગરધામ ઉપર પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 7 શખ્સોને રૂ.2.23 લાખની રોકડ સાથે ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારખાનાની ઓફિસ ઉપર ચાલતો હતો જુગારનો અખાડોટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એસ.એન. સગારકા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તેમને ખાનગી બાતમી મળી હતી કે મીતેશભાઇ દિનેશભાઇ પટેલ પોતાના કબજા ભોગવટા વાળા રાઘવ પોલીમર્સ કારખાનાની ઓફીસ ઉપર આવેલી ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન તીન પત્તીનો જુગાર રમતા કુલ 7 શખ્સો રંગેહાથ પકડાયા હતા.જપ્ત કરાયેલ મુદ્દામાલપોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના, રોકડા રૂ. 2,23,200 અને 7 મોબાઇલ ફોન (જેની કિંમત રૂ. 70,000 છે) મળીને કુલ રૂ. 2,93,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ- 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીઓના નામ મીતેશભાઇ દિનેશભાઇ અઘારા (ઉ.વ. 27, રહે. રવાપર રોડ, શિવાલય હાઇટસ, મોરબી)ગૌરવભાઇ નથુભાઇ વરમોરા (ઉ.વ. 31, રહે. શકત શનાળા નવા પ્લોટ, મોરબી)દિવ્યેશભાઇ ઇશ્ર્વરભાઇ પાડલીયા (ઉ.વ. 32, રહે. શકત શનાળા નવા પ્લોટ, મોરબી)વિકાસભાઇ હેમરાજભાઇ રાણીપા (ઉ.વ. 30, રહે. રવાપર શકીત ટાઉનશીપ, મોરબી)રવીકુમાર અમૃતલાલ વાધડીયા (ઉ.વ. 30, રહે. રાજપર, મોરબી)વિપુલભાઇ ખીમજીભાઇ અમૃતીયા (ઉ.વ. 40, રહે. જેતપર, ટંકારા)ભાવેશભાઇ મનજીભાઇ જગોદરા (ઉ.વ. 36, રહે. રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ, મોરબી)#MorbiUpdate #MorbiNews #TankaraPolice #GujaratPolice #GamblingRaid #CrimeNews