એ ડિવિઝન પોલીસે ફ્લેટમાં ચાલતા જુગારના અખાડા પર રેડ કરી રોકડ રકમ જપ્ત કરી, મકાન માલિક નાલ ઉઘરાવતો હતોમોરબી અપડેટ : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પર આવેલા સરદાર બંગ્લોઝ પાછળ પવનસુત એપાર્ટમેન્ટની બાજુના મકાનમાં દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા છે.પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ ધરમશીભાઈ ચૌધરી અને તેમની ટીમે ગત તારીખ 07/09/2026 ના રોજ રાત્રે 23:35 વાગ્યે બાતમીના આધારે આ મકાનમાં રેડ કરી હતી. મકાનની અંદર તપાસ કરતા 6 ઈસમો ગોળ કુંડાળું વળીને પૈસા અને ગંજીપત્તા વડે જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મકાન માલિક લલિતભાઈ ગંગારામભાઈ હાલપરા બહારથી અન્ય લોકોને બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હતો.પોલીસે સ્થળ પરથી પકડી પાડેલા આરોપીઓમાં લલિતભાઈ ગંગારામભાઈ હાલપરા (ઉ.વ. 42, રહે. સરદાર બંગલો સોસાયટી, રવાપર ઘુનડા રોડ, મોરબી), હિતેશભાઈ દામજીભાઈ શોભાસણા (ઉ.વ. 52, રહે. ભગવતી ટ્વીન્સ, બોની પાર્ક, રવાપર રોડ, મોરબી), ચંદ્રકાંતભાઈ બાબુલાલ ગામી (ઉ.વ. 41, રહે. સાંઈ એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી), વીરેન્દ્રભાઈ ઉર્ફે વાસુભાઈ હરજીવનભાઈ વરસડા (ઉ.વ. 45, રહે. ક્રાંતીજ્યોત સોસાયટી, મહેન્દ્રનગર ચોકડી, મોરબી), રોહિતભાઈ ચતુરભાઈ હાલપરા (ઉ.વ. 40, રહે. ભગવતી ટ્વીન્સ એપાર્ટમેન્ટ, રવાપર ઘુનડા રોડ, મોરબી), કિરીટભાઈ ત્રિભોવનભાઈ લીખીયા (ઉ.વ. 40, રહે. સાંઈ એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી) નો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી અને જુગારના પટમાંથી અલગ અલગ રોકડ રકમ જપ્ત કરી છે. જેમાં લલિતભાઈ પાસેથી 3000 રોકડા અને નાલના 2500, હિતેશભાઈ પાસેથી 12000, ચંદ્રકાંતભાઈ પાસેથી 16000, વીરેન્દ્રભાઈ પાસેથી 25000, રોહિતભાઈ પાસેથી 14000 અને કિરીટભાઈ પાસેથી 12200 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત જુગારના પટમાંથી 3700 રોકડા અને ગંજીપત્તાના પાના કબ્જે કરી તમામ 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #GamblingRaid #RavaparRoad #CrimeNews