પોલીસે રોકડ, 4 મોબાઈલ અને 2 બાઈક સહિત કુલ 2,62,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યોહળવદ : હળવદ ટાઉન વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં એક રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે રેડ કરીને 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે મકાન માલિક પોલીસના દરોડા દરમિયાન હાજર ન મળી આવતા તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા દ્વારા પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જે અન્વયે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર. ટી. વ્યાસની સૂચનાથી પોલીસ સ્ટાફ કાર્યરત હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે હળવદના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ ગોકળભાઈ બાર પોતાના મકાનમાં જુગાર રમાડી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતા 4 શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 1,51,500, 40,000 રૂપિયાની કિંમતના 2 મોટરસાયકલ અને 71,000 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2,62,500 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા 4 અને નહિ પકડાયેલા 1 મળી કુલ 5 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓપ્રવિણ ઉર્ફે પીટર લીંબાભાઇ કલોતરા (રહે. હળવદ, ગોકુલનગર વિસ્તાર), બળદેવ ઘનશ્યામભાઇ ધારીયા પરમાર (રહે. હળવદ, શરણેશ્વર સોસાયટી, તળાવના કાંઠે), ધવલ દેવશીભાઇ કલોતરા (રહે. હળવદ, ગોકુલનગર વિસ્તાર), વાસુદેવ મોહનભાઈ એરવાડીયા (રહે. હળવદ, વસંતપાર્ક, આઇ.ટી.આઇ. સામે), જ્યારે ભરત ગોકળભાઇ બાર (રહે. હળવદ, ગોકુલનગર) ને પકડવાનો બાકી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Halvad #HalvadPolice #JugarRaid #CrimeNews #GujaratPolice