માળિયા : માળીયા મીયાણા પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન વાધરવા ગામની સીમમાંથી દેશીદારૂ લીટર ૧૫૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૩૬૦૦ના જથ્થો પકડી લીધો છે. આ સાથે બે શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીયાણા પોલીસે બાતમીના આધારે વાધરવા ગામની સીમમાં દરોડો પાડી ૧૫૦ લીટર દેશી દારૂ તથા આથો ૩૬૦૦ લીટર આથા સાથે રૂ. ૧,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી લીધો છે. આ બનાવમાં આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી રહે. ચીખલી તા. માળીયા અને નવઘણભાઇ જુગાભાઇ દેગામા રહે. ચીખલી તા. માળીયા સામે ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે.