બી ડિવિઝન પોલીસે રાત્રિના સમયે દરોડો પાડી રોકડા રૂ. 39,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો, મકાન માલિક બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હતોમોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબી-2 વિસ્તારમાં આવેલી ગોપાલ સોસાયટીમાં એક રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર રાત્રિના સમયે દરોડો પાડીને 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે. પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂ. 39,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ. આર. સિંધવ અને તેમની ટીમે તારીખ 01/10/2026 ના રોજ રાત્રે 00:15 વાગ્યાની આસપાસ ગોપાલ સોસાયટીમાં એક રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનનો માલિક પોતાના કબ્જા ભોગવટાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમવાના સાધનો પૂરા પાડી, નાલ ઉઘરાવીને તીનપત્તીનો જુગાર રમાડતો હતો.દરોડા દરમિયાન પોલીસે 4 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. જેમાં મકાન માલિક ધરમશીભાઈ ભગવાનજીભાઈ પટેલ જેની પાસેથી નાલના રોકડા રૂ. 11,700 મળી આવ્યા હતા. જ્યારે ધનજીભાઇ કેશવજીભાઇ પટેલ (ઉ.વ. 62, રહે. હરીગુણ હાઇટ્સ, મોરબી-2) - જેની પાસેથી રોકડા રૂ. 6100 મળી આવ્યા હતા. અનીલભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ. 54, રહે. સરસ્વતી સોસાયટી શેરી નં-1, મોરબી-2) - જેની પાસેથી રોકડા રૂ. 11,000 મળી આવ્યા હતા. અંકીતભાઈ દસરથભાઈ પટેલ (ઉ.વ. 26, રહે. પ્રભુકૃપા ટાઉનશીપ, મોરબી-2) - જેની પાસેથી રોકડા રૂ. 8,500 મળી આવ્યા હતા.આ ઉપરાંત જુગાર રમાતો હતો તે જગ્યાએ વચ્ચે પટમાંથી ગંજીપત્તાના 40 પાના અને રોકડા રૂ. 2100 મળી આવ્યા હતા. આમ, પોલીસે ગંજીપત્તાના કુલ 52 પાના અને કુલ રોકડા રૂ. 39,400 કબજે કર્યા છે. પકડાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધીને આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પંકજભા પ્રવિણભા ગુઢડા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #GamblingRaid #MorbiPolice #BDivisionPolice #GopalSociety