બન્ને શખ્સોએ ગત રાત્રીના ઉઘરાણી મામલે એક દુકાનમાં મહિલાને ધમકી આપી અન્ય વ્યક્તિને કારથી ટક્કર મારી હતીમોરબી : મોરબીના વાવડીમાં લુખ્ખાગીરી કરતા બે શખ્સો સામે પોલીસે કડક અને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. બન્નેની ધરપકડ કરી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. જેમાં બન્ને શખ્સો પાસે હાથ જોડીને માફી પણ મંગાવવામાં આવી હતી. આ વેળાએ સ્થાનિકોએ મોરબી પોલીસ જિંદબાદના નારા પણ લગાવ્યા હતા.ગઈકાલે રાત્રે વાવડીમાં આવેલી કુળદેવી બેકરીમાં મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે મયુરીબેન દિલીપભાઈ રૂપાલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે મોરબી પોલીસે ત્વરિત એક્શન લઇ આરોપીઓ મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ સવસેતા અને જગદીશ ઉર્ફે જગો સવસેતાને ઝડપી પાડ્યા હતા.પોલીસ દ્વારા આ 2 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓની પાસે જાહેરમાં માફી મંગાવીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે ભારે સમર્થન જોવા મળ્યું હતું અને લોકો દ્વારા “મોરબી પોલીસ જિંદાબાદ”ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #Vavdi #GujaratPolice #MorbiNews