મોરબી : મોરબીમાં ગણેશ મહોત્સવ દરમિયાન એક પોલીસ જવાનનો અનોખો માનવતા ધર્મ જોવા મળ્યો હતો. મોરબી સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવ દરમિયાન મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજા (ખારચિયા) તથા યુવરાજસિંહ જાડેજા (મધુપુર) દ્વારા એક દિવ્યાંગ વ્યક્તિને પંડાલમાં લઈ જઈને દર્શન કરાવ્યા હતા. ગણપતિ મહોત્સવમાં દર્શન કરવા આવેલા આ દિવ્યાંગ વ્યક્તિને બહારથી ઉંચકીને પોલીસ કર્મીએ પંડાલ સુધી પહોંચાડ્યા હતા અને દર્શન કરાવ્યા હતા.