મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.દરમિયાન આજે મોરબી શહેરમાં લોકડાઉનના 16માં દિવસે ખુદ એસપી દ્વારા બાઇક અને 10થી વધુ પોલીસ કારના કાફલા સાથે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને રાત્રી દરમિયાન બિનજરૂરી અવરજવર પર રોક લગાવવામાં આવી હતી.જોકે લોકડાઉનની શરૂઆતથી પોલીસ કડક કાર્યવાહી કરી રહ્યું છે.થોડા દિવસો પહેલા એક પોઝિટિવ કેસ નોંધાતા પોલીસ તંત્ર વધુ સાબદુ બન્યું છે. મોરબી જિલ્લામાં લોકડાઉનના અમલ માટે તમામ સ્થળોએ પોલીસનો કડક જાપ્તો ગોઠવી દેવાયો છે અને શરૂઆતથી જ લોકડાઉનનો કફકપણે અમલ કરવામાં આવી રહ્યો હોવાનો જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વધેલાએ નિર્દેશ આપ્યો છે.લોકડાઉનના અમલ માટે જિલ્લાના 49 જેટલા ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ ,જીઆરડી ,હોમગાર્ડસ ,એસઆરપી સતત ખડેપગે રહીને ફરજ બજાવે છે.જોકે જિલ્લામાં હજુ સુધીમાં એક જ કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે.જેના પગલે પોલીસ તંત્ર વધુ એલર્ટ બન્યું છે.જે વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયો છે તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને એ વિસ્તારના લોકોને હોમ કોરોન્ટાઇન કરીને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જોકે મોરબી જિલ્લામાં જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી જ પરિસ્થિતિ નિયત્રણ હેઠળ છે.તેથી એસપીએ જ્યાં સુધી લોકડાઉન ચાલે ત્યાં સુધી જિલ્લાના તમામ લોકોને ઘરોમાં જ રહેવા અને જરૂરી કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી હતી. તેમજ દિવસમાં બે થી ત્રણ વખત પેટ્રોલીગ કરીને લોકો જરૂરી કામ સિવાય બહાર ન નીકળે તેની ખાસ તકેદારી રખાઈ છે.