મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં 20 વર્ષ પૂર્વે ચોરી કરનાર રાજકોટના કુખ્યાત તસ્કર ચકુ મોહનની પુત્રીને ઝડપી લેવામાં મોરબી એલસીબી પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીસ વર્ષ પૂર્વેના ચોરીના બનાવમાં નાસતી ફરતી કુખ્યાત મહિલા તસ્કર નીરૂ ઉર્ફે નિકિતા ચકુ મોહન સોલંકી રહે.દિપ્તીનગર, મ્યુનિસિપલ હુડકો, હાલ રહે લક્ષ્મીવાડી મેઈન રોડ સંતોષી માતાજીના મંદિર નજીક વાળીને એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને સોંપી આપવામાં આવી હતી. આ સફળ કામગીરી મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાન્તભાઈ વામજા અને પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.